Site icon Revoi.in

કોરોના મહામારીને કારણે આ વર્ષ ઓનલાઇન હશે પીએમ મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ

Social Share

કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથે વાર્ષિક સંવાદ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ આ વર્ષે ઓનલાઇન યોજાશે. આ માહિતી આપતાં શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંકએ જણાવ્યું હતું કે, આ ચર્ચા માર્ચ મહિનામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ સાથે તેમની પરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં યોજવામાં આવશે.

તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, “આ માહિતી શેર કરીને મને ખૂબ આનંદ થાય છે કે, તમામ વિદ્યાર્થીઓ જે ચર્ચાની રાહ જોઈ રહ્યા હતા, તે હવે યોજાવાની છે.”પરીક્ષા પે ચર્ચા 2021’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હસતાં હસતાં તમારી પરીક્ષાઓની અડચણને પાર કરવા તૈયાર થઈ જાઓ.

તેમણે લખ્યું કે, આ વર્ષે કોવિડ -19 મહામારીને કારણે ચર્ચા ઓનલાઇન થશે.ચર્ચા માટે નોંધણી ગુરુવારે શરૂ થશે અને 14 માર્ચે સમાપ્ત થશે. ચર્ચા દરમ્યાન, પ્રશ્નો પૂછવા માટે સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે

પ્રધાનમંત્રી સાથે સ્કૂલના વિદ્યાર્થીઓની ‘પરીક્ષા પે ચર્ચા 1.0’ નું આયોજન 16 ફેબ્રુઆરી 2018 ના રોજ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું.

-દેવાંશી