Site icon Revoi.in

ઓમિક્રોનના કહેરને લઈને કેન્દ્ર એક્શનમાં – પીએમ મોદી આવતી કાલે અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજશે

Social Share

 

સમગ્ર દેશભરમાં ઓમિક્રોનના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે,વિતેલા દિવસે કેન્દ્રએ રાજ્યોને પત્ર લખીને સતર્કતાના આદેશ આપ્યા હતા આ સાથે જ પત્રમાં કહેવમાં આવ્યું હતું કે જરુર પડે તો રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવે અને સામૂહિક મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે .

આ સાથે જતમામ રાજ્યોને કોરોનાની કડકાઈ વધારવા માટે કહેવામાં આવ્યું છે, તો બીજી તરફ ખુદ પીએમ મોદી  આવતી કાલે ગુરુવારે એક મોટી મહતચ્વની બેઠક યોજવાના છે. આ બેઠકમાં પીએમ મોદી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં ઓમિક્રોનના કુલ 213 કેસ નોંધાયા છે.

જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ કેસ છે. તે જ સમયે, મહારાષ્ટ્ર હવે બીજા નંબર પર છે. છેલ્લા 24 કલાકમાં દેશની અંદર કોરોનાના કારણે કુલ 318 લોકોના મોત થયા છે. દિલ્હીમાં ઓમિક્રોનના 57 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં આ આંકડો 54 છે.ત્યારે હવે એ વાત સ્વાભાવિક છે કે દેશની સરકાર કડક વલણ અપનાવે .ઓમિક્રોનના કહેરને લઈને કેટલાક દેશઓે લોકડાઉન જેવા પગલા પણ લીઘા છે,ત્યારે દેશમાં પણ હવે રાજ્યોને સખ્તીથી કોરોનાના નિયમોનું પાલન કરાવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં જે રીતે પીએમ મોદીએ સતત દેશની જનતા વચ્ચે રહીને માર્ગદર્શન પુરુ પાડ્યું છે ત્યારે આવતી કાલની આ બેઠક પણ ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે, મળતી માહિતી પ્રમાણે પીેમ મોદી આવતી કાલે ઉચ્ચ અધિકારીો સાથે ઉચ્ચ બેઠકનું આયોજન કરશે, કોરોનાને લઈને આ બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવીશકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.