- પીએમ મોદી વૈશ્વિક તેલ કંપનીના સીઈઓ સાથે કરશે વાત
- તેલ કિમંતો જેવા મહત્વના મુદ્દે થશે ચર્ચા
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારની સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે વાતચીતના મુયક્ય મુદ્દાઓ સ્વચ્છ વિકાસ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાની છે.
આ બાબતને લઈને પીએમઓ એ કહ્યું કે આ છઠ્ઠી વાર્ષિક વાર્તાલાપ હશે, જે 2016 માં શરૂ થઈ હતી. તેમાં તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓનો સમાવેશ થાય છે. તેઓ આ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે, ભારત સાથે સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રોનું અન્વેષણ કરે છે.
આ દરમિયાન, ભારતમાં હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, ઊર્જા આત્મનિર્ભરતા, ગેસ આધારિત અર્થવ્યવસ્થા, સ્વચ્છ અને ઊર્જા કાર્યક્ષમ ઉકેલો દ્વારા ઉત્સર્જનમાં ઘટાડો, ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્ર અને બાયોફ્યુઅલ ઉત્પાદન વધારવા જેવા ક્ષેત્રો પર ચર્ચા થશે.
આ પ્રમખ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો અને ટોચની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સીઈઓ અને નિષ્ણાતો આ ચર્ચામાં ભાગ લેશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ આ બેઠકમાં હાજર રહેશે.