પીએમ મોદી આજે વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી કોરાના વેક્સિનના ઉત્પાદકો સાથે કરશે વાતચીત
- વડા પ્રધાન મોદી આજે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજશે
- વેક્સિન ઉત્પાદન કંપની સાથે સાંજે યોજાશે આ બેઠક
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે વેક્સિનને લઈને પણ અનેક નિર્ણયો લેવામં આવ્યા છે, તો બીજી તરફ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એન્ટી કોવિડ -19 વેક્સિનની મર્યાદા 18 વર્ષ કર્યા બાદ મંગળવારના રોજ વેક્સિન ઉત્પાદક કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીની આ વીડિયો કોન્ફરન્સ મંગળવારની સાંજે છ વાગ્યે યોજાનાર છે, આ સાથે જ બાયોટેકનોલોજી વિભાગ દ્વારા એક પ્રેઝન્ટેશન કરવામાં આવશે. આ વિભાગ વેક્સિન ઉત્પાદક કંપનીઓ સાથે પણ સમન્વય કરશે. બેઠકમાં ભારત તેમજ વિદેશની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓના અધિકારીઓ હાજર રહેશે. જે કંપનીઓની રસી ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે તેઓ પણ આ બેઠકમાં ભાગ લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત ‘કોવિશિલ્ડ’ અને બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાઝેનેકા દ્રારા વિકસીત કોવિશીલ્ડ અને ભઆરત બાયોટેક કંપની દ્રારા ભારતીય મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી સાથે ભાગીદારીમાં વિકસીત કોવેક્સિન ભારતમાં આપવામાં આવી રહી છે. .
હવે આ વેક્સિન 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1લી મે થી આપવાની ઘોષણા કરવામાં આવી છે.પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે આવી સ્થિતિમાં વેક્સિનનું ઉત્પાન વધારવું આવશ્યક છે, ત્યાપે પીએમ મોદી આજે સાંજે તેની ઉત્પાદન કંપનીઓ સાથે સંવાદ કરનાર છે,
સાહિન-