પીએમ મોદી આજે સ્વીડિશ વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે, આ મુદ્દા પર થશે ચર્ચા
- પીએમ મોદીની સ્વીડિશ પીએમ સાથે ચર્ચા
- દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા
- વર્ચ્યુઅલ બેઠક યોજી કરશે ચર્ચા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વીડિશ વડાપ્રધાન સ્ટીફન લોફ્વેન સાથે વાટાઘાટો કરશે.બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવા વર્ચ્યુઅલ બેઠક યોજશે.
બેઠક દરમિયાન બંને નેતા કોવિડ બાદના યુગમાં સ્વીડન અને ભારત વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવાની રીત અને ટકાઉ નવીનતા ભાગીદારી અંગે ચર્ચા કરશે.
દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત આ વાટાઘાટોમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પરસ્પર મહત્વના મુદ્દાઓ સહિતના વિવિધ વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે.
ભારતમાં સ્વીડનના રાજદૂત ક્લાસ મોલીને કહ્યું કે,સ્વીડન અને ભારત હંમેશા મજબૂત ભાગીદાર રહ્યા છે. વડાપ્રધાન મોદીની 2018 માં સ્વીડનની મુલાકાત થઈ ત્યારથી નવીનતા ભાગીદારી આપણા સંબંધો તેમજ આરોગ્ય,પરિવહન,ટેલિકમ્યુનિકેશન સહિતના ઘણા ક્ષેત્રોમાં આપણા સહકારના ધ્વજ બની ગયા છે.
વડાપ્રધાન સ્તરે વાટાઘાટો ઉપરાંત ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મે-જૂન 2015 માં સ્વીડનના પ્રવાસે ગયા હતા અને ડિસેમ્બર 2019માં સ્વીડનના રાજા ભારતની મુલાકાતે આવ્યા હતા.
-દેવાંશી