Site icon Revoi.in

પીએમ મોદી ‘ચૌરી ચૌરા’ શતાબ્દી સમારોહનું ઉદ્દઘાટન કરશે, જાણો કેમ અને કેવી રીતે બની હતી આ ઘટના

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં યોજાનારા ચૌરી-ચૌરા શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમાં જોડાશે. ચૌરી-ચૌરાની ઘટના 100 વર્ષ પહેલા આ દિવસે બની હતી, જે આઝાદીની લડતની ઐતિહાસિક ઘટનાઓમાંની એક છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ચૌરી-ચૌરા શતાબ્દી સમારોહને સમર્પિત ટપાલ ટિકિટ જારી કરશે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. ચાલો આપણે જાણીએ આ વર્ષ 1922ની આઝાદીની ચળવળને લગતી આ ઘટના, તે દિવસે શું બન્યું.

ચૌરી ચૌરા ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેનું એક શહેર છે, જ્યાં 4 ફેબ્રુઆરી 1922ના રોજ ચૌરી-ચૌરાની ઘટના બની હતી. ઇતિહાસની તે ઘટના હતી. જેને મહાત્મા ગાંધીને એટલી હદે પરેશાન કર્યા હતા કે તેમણે પોતાનું અસહયોગ આંદોલન પાછું લેવાનું નક્કી કર્યું. ચૌરી-ચૌરાના પુત્રોએ બ્રિટીશ શાસનને હચમચાવી નાખ્યું હતું.

તે દિવસોમાં અસહયોગ આંદોલન ચરમસીમાએ હતું, હકીકતમાં, ગાંધીજીએ બ્રિટીશ શાસનના વિરોધમાં અસહયોગ આંદોલન શરૂ કર્યું હતું. તે સમયે યુપીનો ચૌરી-ચૌરા બ્રિટીશ કાપડ અને અન્ય વસ્તુઓની મંડી હતું..આંદોલન હેઠળ દેશવાસીઓ બ્રિટિશ ઉપાધિયો, સરકારી શાળાઓ અને અન્ય વસ્તુઓનો ત્યાગ કરી રહ્યા હતા.

જે અંતર્ગત સ્થાનિક બજારમાં પણ વિરોધ પ્રદર્શન જારી રહ્યું હતું. 2 ફેબ્રુઆરી 1922 ના રોજ પોલીસે આંદોલનકારીઓના બે નેતાઓની ધરપકડ કરી હતી. તેના વિરોધમાં 4 ફેબ્રુઆરીના રોજ લગભગ ૩૦૦૦ આંદોલનકારીઓએ પોલીસ સ્ટેશન સામે દેખાવો કરી બ્રિટિશ શાસન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આને રોકવા માટે પોલીસે હવાઇ ફાયરિંગ કર્યું હતું, પરંતુ તેની સત્યાગ્રહીઓને અસર થઈ ન હતી. ત્યારબાદ પોલીસે સીધું ફાયરિંગ કર્યું, તેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા,જયારે ઘણા લોકો ઘાયલ થયા હતા. તે દરમિયાન પોલીસકર્મીઓની ગોળીઓ સમાપ્ત થઈ ગઈ અને તે પોલીસ સ્ટેશનમાં છુપાઈ ગયા.

ગુસ્સેથી ભરાયેલા ક્રાંતિકારીઓએ તેમના સાથીદારોની મોતને ઉશ્કેરતા પોલીસ સ્ટેશનમાં આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં તત્કાલીન ઇન્સ્પેક્ટર ગુપ્તેશ્વર સિંહ સહિત કુલ 22 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ ઘટનામાં 222 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાંથી 19 જુલાઇ 1923 ના રોજ 19 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી.

આ ઘટના પછી સ્વતંત્રતા આંદોલનમાં સામેલ ક્રાંતિકારીઓનાં બે જૂથો બનાવવામાં આવ્યા હતા. એક નરમ દળ અને બીજું ગરમ દળ હતું. શહીદ-એ-આઝમ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામ પ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક ક્રાંતિકારી નરમ દળના નાયક બન્યા હતા.

-દેવાંશી