Site icon Revoi.in

પીએમ મોદી 23 જાન્યુઆરીએ અંડામાનમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત પ્રસ્તાવિત સ્મારકના મોડલનું કરશે ઉદ્ઘાટન

Social Share

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય સેનાનીની 126મી જન્મજયંતિ પર 23 જાન્યુઆરીએ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત પ્રસ્તાવિત સ્મારકના મોડલનું વર્ચ્યૂએલ રીતે ઉદ્ઘાટન કરશે.

આ બાબતને લઈને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં  માહિતી આપવામાં આવી છે.આ મોડેલનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન વડાપ્રધાનના રાષ્ટ્રને સંબોધન દ્વારા અનુસરવામાં આવશે.આ સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જે 23 જાન્યુઆરીએ પોર્ટ બ્લેર પહોંચશે, તેઓ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે.

માહિતી પ્રમાણે આ ઉદ્ધાટન બાદ પીએમ મોદી દ્વીપસમૂહમાં 21 નિર્જન ટાપુઓના નામ પરમ વીર ચક્ર પુરસ્કારો પછી જાહેર કરશે,પોર્ટ બ્લેરમાં ડૉ. આર. આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઓડિટોરિયમમાં એક કાર્યક્રમમાં આ કાર્યક્રમનું લાઈવ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.