- પીએમ મોદી યુપીની 7 નવનિર્માણ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે
- દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપિત કરવાનોરાજ્યસરકારનો સંકલ્પ
લખનૌઃ- પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદી 25 ઓક્ટોબરને સોમવારના રોજ ઉત્તરપ્રદેશના સાત જીલ્લાઓમાં નવ નિર્માણ પામેલી મેડિકલ કોલેજનું લોકાર્પણ કરનાર છે. પ્રદેશના તબીબી આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ એ જણાવ્યું હતું કે 16 જિલ્લાઓમાં પીપી મોડલ ખાનગી સંસ્થાને ઈ ટેન્ડરિંગની માધ્યમથી મેડિકલ કોલેજ શરુ કરવાની પ્રક્રિયા પૂણ થઈ ગઈ છે.તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર હવે રાજ્યના દરેક જીલ્લામાં કોલેજ સ્થાપિત કરવાનું સંકલ્પ કરી રહ્યું છે.
આરોગ્ય મંત્રી ભાજપ જીલ્લા અધ્યક્ષ ડો. આરએ વર્માની નવી સંસ્થા ગોમતી હોસ્પિટલ અને નર્સિંગ એન્સ્ટીટ્યુટ ગોમતી નગર લોકાર્પણ સમારોહમાં હાજરર રહ્યા હતા જ્યા તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આરોગ્ય સેવાની 70 ટકા ભાગીદારી ખાનગી હોસ્પિટલોને સોંપવામાં આવી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી ક્ષેત્ર 30 ટકા હોસ્પિટલોની સરકાર દ્વારા કુશળ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રદેશમાં ડેન્ગ્યૂના કહેરને લઈને કહેવામાં આવ્યું છે કે ડેન્ગ્યૂને નષ્ટ કરવા માટે દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે પ્રકારના નિર્દેશ આપવામાં આવી રહ્યા છે,દરેક હોસ્પિટલોમાં સારવાર માટે પર્યાપ્ત માત્રામાં દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારે હવે ઉત્તર પ્રદેશના સાત જીલ્લાઓમાં નવ નિર્મામ પામેલી દરેક મેડિકરલ કોલેજોનું લોકાર્પણ ગદેશના વડા પ્રધાન મોદીના હસ્તે કરવામાં આવનાર છે, ઉલ્લેખનીય છે કે મેડિકલ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશ ખૂબ તરક્કી કરી રહ્યું છે, અહીં સ્વાસ્થ્ય સુવિધાઓ સુલભ અને સરળ બનાવવાના પ્રયત્નો રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવી રહ્યા છે.