PM મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્રારા બેંગ્લુરુ ટેક સમિટની સિલ્વર જ્યુબિલી એડિશનનું કરશે ઉદ્ઘાટન
- નરેન્દ્ર મોદી ટેલિ-કોન્ફરન્સિંગબેંગ્લોર ટેક સમિટ નું ઉદ્ઘાટન કરશે.
- એશિયાની મોટી ટેકનોલોજી ઇવેન્ટ
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ 16 નવેમ્બરને એશિયાની સૌથી મોટી ગણાતી ઈવેન્ટ બેંગ્લોર ટેક સમિટની સિલ્વર જ્યુબિલી એડિશનનું ઉદ્ઘાટન ટેલિ-કોન્ફરન્સિંગ દ્વારા કરશે.આ ઈવેન્ટ કે જે એશિયાની સૌથી મોટી ટેકનોલોજી ઇવેન્ટ ગણાય રહી છે.
ટેક ઇવેન્ટની 25મી આવૃત્તિ Tech4NexGen થીમ સાથે આયોજિત થઈ રહી છે. બીજી તરફ, આઈટી મંત્રી અશ્વથ નારાયણે મંગળવારે પ્રતિષ્ઠિત બેંગ્લોર પેલેસમાં ઈવેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરીને આ અઁગે જાણકારી આપી હતી.
આ ઈવેન્કટને લઈને વિતેલા દિવસના રોજ કર્ણાટકના આઈટી મંત્રી સીએન અશ્વથ નારાયણે આ જાણકારી આપી. બેંગ્લોર પેલેસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં નવ એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે તેવી પણ જાણકારી અપાઈ છે. સાથે જ 20 થી વધુ ઉત્પાદનો લોન્ચ કરવાની પણ યોજના ઘરાવે છે.
બેંગલુરુના 12 થી વધુ સ્ટાર્ટ-અપ્સ કે જેઓ છેલ્લા વર્ષમાં યુનિકોર્ન તરીકે ઉભરી આવ્યા છે તેમને ‘બેંગલુરુ ઈમ્પેક્ટ’ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ એક્ઝિબિશન 550 થી વધુ પ્રદર્શકો સાથે ઇવેન્ટનું મેગા આકર્ષણ છે. એક્સ્પોમાં આશરે 50,000 મુલાકાતીઓની અપેક્ષા સેવાઈ રહી છે.