Site icon Revoi.in

પીએમ મોદી આવતીકાલે ‘મૈરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021’ નું ઉદ્દઘાટન કરશે

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘મૈરીટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્દઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ સંમેલનનું આયોજન બંદરો,શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. આનું આયોજન 2 થી 4 માર્ચ દરમિયાન ડિજિટલ માધ્યમથી યોજાશે.

આ સંમેલનમાં ઘણા દેશોના જાણીતા વક્તાઓ તેમના મંતવ્યો શેર કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડેનમાર્ક આ ત્રણ દિવસીય સમિટ માટે ભાગીદાર દેશ છે.

કોવિડ -19 મહામારીને કારણે ઉદ્ભવતી સ્થિતિને ધ્યાનમાં લેતા આ સંમેલન ઓનલાઇન થશે. અને તેમાં 24 દેશો ભાગ લેશે. ભારતીય દૂતાવાસો દ્વારા સંમેલનમાં ભાગ લેવા માટે તે 56 દેશોને આમંત્રણ અપાયું છે,જેની સીમાઓ સમુદ્રથી લાગેલી છે.

આ સંમેલનમાં ચીનને સામેલ કરવામાં આવ્યું નથી. કાર્યક્રમમાં લગભગ 20,000 પ્રતિનિધિઓ ભાગ લેશે. અને એમઆઇએસ 2021 ની બીજી આવૃત્તિમાં 400 થી વધુ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે.

સંમેલનનું આયોજન બંદરો,શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ઉદ્યોગ ભાગીદાર એફઆઇસીસીઆઈ અને નોલેજ ભાગીદારી તરીકે EY ની સાથે મળીને કરવામાં આવ્યું છે. કોવિડ -19 મહામારીને કારણે ઉદ્ભવેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંમેલન ઓનલાઇન રહેશે.

-દેવાંશી