Site icon Revoi.in

વડાપ્રધાન મોદી આજે તમિલનાડુ-પુડુચેરીના પ્રવાસે,અનેક પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્દઘાટન

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ અને પુડુચેરીના પ્રવાસે જઇ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન વિવિધ વિકાસ પહેલનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન કરશે. પુડુચેરી શાળા શિક્ષણ વિભાગે આજે સરકારી અને ખાનગી શાળાઓ માટે રજા જાહેર કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનની યાત્રાને કારણે શહેરમાં ટ્રાફિકને ડાયવટ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ સાડા અગિયાર વાગ્યે વડાપ્રધાન એનએચ 45 –એ થી 56 કિલોમીટર દૂર સતનાથપુરમમાં 4-લેનના વિલ્લુપુરમના નાગપટ્ટિનમ પેકેજ,નાગુપટ્ટમ પ્રોજેકટ માટે પુડુચેરીમાં કરાઇકલ જિલ્લાને કવર કરતા આધારશીલા રાખશે.આ પ્રોજેકટમાં મૂડી ખર્ચ લગભગ 2,426 કરોડ રૂપિયા છે.

ત્યારબાદ વડાપ્રધાન જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં બ્લડ સેન્ટર અને 100 બેડ ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્દઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4 વાગ્યે કોયમ્બતુરમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેની કિંમત 12,400 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત પીએમ મોદી ન્યેવેલી નવા થર્મલ પાવર પ્રોજેક્ટનું પણ ઉદ્દઘાટન કરશે. પ્લાન્ટના આ બે યુનિટ દ્વારા 1000 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે.

વડાપ્રધાન પુડુચેરી છોડતા પહેલા લોસ્પેટમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. હાલમાં જ કોંગ્રેસની નારાયણસામી સરકાર ગયા પછી વડાપ્રધાનની પુડુચેરીની મુલાકાત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

-દેવાંશી