Site icon Revoi.in

પીએમ મોદી આજે ખેલાડીઓ સાથે કરશે સંવાદઃઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થયેલા રમતવીરોનો  વધારશે ઉત્સાહ 

Social Share

લખનૌઃ-દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી  આજે ઓલિમ્પિક ક્વોટા લઈ ચૂકેલા મેરઠના ખેલાડીઓ સાથે આજે સીધો સંવાદ કરનાર છે જેને લઈને ખેલાડીઓ પણ ઘણા ઉત્સાહિત જોવા મળે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લખનૌ ક્ષત્રિય કેન્દ્ર  દ્વારા આયોજીત આ વર્ચુઅલ બેઠકમાં ઓલુમ્પિક માટે ક્વોલિફાઈડ થયેલા આ ખેલાડીઓ આજે સાંજે 5 વાગ્યે ભાગ લેશે.

સરુરપુર વિસ્તારના કલીના ગામમાં શૂટર સૌરભ ચૌધરીના નિવાસસ્થાને એક મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. લખનૌથી સાંઇના ઉચ્ચ અધિકારીઓ કલીના ગામમાં કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કરશે. સાંઇના સદસ્યો સરઘના વિસ્તારના બહાદુરપુરમાં રહેતી અથલિક અન્નુ રાણી અને માધવપુરમની રહેવાસી પ્રિયંકા ગોસ્વામીના ઘરે ઉપસ્થિત રહેશે.

આ વર્ચુઅલ બેઠકમાં  પરિવારના સભ્યો પણ ખેલાડીઓ સાથે લાઈવ રહેશે, આ બાબતે ખેલાડીઓના પરિવારો ખૂબ ઉત્સાહિત જોવા મળે છે. તેમના માટે પીએમ મોદી સાથે પોતાના દિકરો કે દિરકી સંવાદ કરશે તે ખાસ ક્ષણ હશે .પીેમ મોદી સાથે વાત કરવાની તક મળવી તેને અદભૂત કહ્યું હતું

ઉલ્લેખનીય છે કે,દેશના વડા પ્રધાન ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે, તેમણે આશા વ્યક્ત કરી છે કે  આપણા ખેલાડીઓ તેજસ્વી પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરશે.