Site icon Revoi.in

પીએમ મોદી આજે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા હિમાચલ રાજ્યના રસીકરણના લાભાર્થીઓ અને સ્વાસ્થ્ય કર્મીઓ સાથે કરશે સંવાદ

Social Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી પણ કોરોના મહામારી શરુ થઈ છે ત્યારથી દેશની જનતા સાથે સતત સંપર્કમાં રહ્યા છે, કોરોનાને પહોંચી વળવાના તેમના પ્રયત્નો માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ પ્રસંશાને પાત્ર બન્યા છે ત્યારે ગઈકાલે પીએમ મોદીએ એક ટ્વિટ કર્યુ હતું, જેમાં તેમણે આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સની મદદદથી હિમાચલના વેક્સિનેશન કાર્યક્રમના લાભાર્થીઓ અને આરોગ્ય કર્મીઓ સાથે સંવાદ કરવાની વાત જણાવી હતી.

આજે સવારે 11 વાગ્યે પીએમ મોદી હિમાચલમાં દરેક લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે  જે એક સારી બાબત છે તેના સંદર્ભે રાજ્યના અનેક લાભાર્થી અને સ્વાસ્થ્ય કર્મીઓ સાથે વાતચીત કરશે જે

આ બાબતને લઈને પીએમઓ કાર્યાલયે કહ્યું કે આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ પોતાની હાજરી આપશે.આ સાથે જ એક બીજા નિવેદનમાં જણાવાયું છે કે, હિમાચલ પ્રદેશે કોરોનાની મહામારી સામે વેક્સિનેશનના પ્રથમ ડોઝને લઈને સફળતા પ્રાપ્ત કરી છે. રાજ્યના પ્રયત્નો સારા રહ્યા છે,રાજ્ય દ્રારા મુશ્કેલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભૌગોલિક પ્રાથમિકતા, જન જાગરુકતા નક્કી કરવા માટે પહેલ અને આશા કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે  જઈને સ્થિતિની ભાળ મેળવી છે.

આ સાથે જ  હિમાચલ પ્રદેશે મહિલાઓ, વૃદ્ધો, વિકલાંગો અને ઔદ્યોગિક શ્રમિકો પર ખાસ ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું છે અને આ  સ્થિતિ સુધી  પહોંચવાસુરક્ષાની યુક્તિ – કોરોનાથી મુક્તિ જેવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યા હતા.આ સમગ્ર બાબત પીએમઓ દ્વારા પર કહેવામાં આવી છે ત્યારે હવે પ્રદેશની આ સફળતાને લઈને પીએમ મોદી આજે વીડિયો દ્વારા સંવાદ કરનાર છે, જેમાં લાભાર્થીઓ સહીત આરોગ્ય કર્મીઓ પણ જોડાશે.