Site icon Revoi.in

પીએમ મોદી આજે કોવિડ -19 ફ્રન્ટલાઈન કામદારો માટે તૈયાર ક્રેશ કોર્સ કાર્યક્રમનો કરશે શુભારંભ  

Social Share

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા COVID-19 ફ્રન્ટલાઈન કામદારો માટે વિશેષ રીતે રચાયેલ ક્રેશ કોર્સ પ્રોગ્રામનો પ્રારંભ કરશે. આ શુભારંભની સાથે 26 રાજ્યોમાં ફેલાયેલા 111 તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ક્રેશ કોર્સના પ્રારંભ પછી વડાપ્રધાનનું સંબોધન થશે. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશભરમાં એક લાખથી વધુ કોવિડ યોદ્ધાઓને કુશળતાથી સજ્જ કરવા અને તેમને કંઈક નવું શીખવવાનું છે. કોવિડ યોદ્ધાઓને હોમ કેર સપોર્ટ, બેઝિક કેર સપોર્ટ, એડવાન્સ્ડ કેર સપોર્ટ, ઈમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ જેવા છ કાર્યોથી સંબંધિત ચોક્કસ ભૂમિકાઓની તાલીમ આપવામાં આવશે.

આ કાર્યક્રમને 276 કરોડ રૂપિયાના કુલ વિતીય પરીવ્યયની સાથે  પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 ના કેન્દ્રિય ઘટક હેઠળ એક વિશેષ કાર્યક્રમ તરીકે બનાવવામાં આવ્યો છે.આ કાર્યક્રમ આરોગ્ય ક્ષેત્રે કર્મચારીઓની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા કુશળ ગેર-ચિકિત્સા સ્વાસ્થ્યકર્મીને તૈયાર કરશે.