- 15 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી સંસદ ટીવી ચેનલ લોંચ કરશે
- રાજ્યસભા અને લોકસભા ચેનલનો થશે વિલય
દિલ્હીઃ- દેશમાં હવે રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવી જેવી રાજકીય ચેનલો જોવા નહી મળે, કારણ કે હવે આ ચેનલનો નવી ચેનલમાં વિલય થવા જઈ રહ્યો છે, શુક્રવારના રોજ સરકારી સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નવી સરકારી ચેનલની સેવાઓ આગામી સપ્તાહે દેશને ‘સંસદ ટીવી’ના રૂપમાં ઉપલબ્ધકરાવામાં આવશે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે તેનું લોકાર્પણ કરશે.
મળતી માહિતી પ્રમાણે આ ચેનલના પદભાર સંભળાવા માટે બે અધિકારીઓની નિયૂક્તિ કરવામાં આવી છે જેમાં નિવૃત્ત IAS અધિકારી અને ભૂતપૂર્વ કાપડ સચિવ રવિ કપૂરને સંસદ ટીવીના CEO બનાવવામાં આવ્યા છે, જ્યારે લોકસભા સચિવાલયમાં સંયુક્ત સચિવ મનોજ અરોરા તેના OSD હશે.
આ નવી ચેનલ લોંચ થવાની બાબતને લઈને સૂત્રોએ માહિતી આપી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.કરન સિંહ, અર્થશાસ્ત્રી વિવેક દેબરોય, નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત અને વકીલ હેમંત બત્રા સંસદ ટીવી પર વિવિધ શો રજૂ કરશે.
આ સાથે જ મળતી માહિતી પ્રમાણે કે સંસદ ટીવી એક પ્રકારની સેરેબ્રલ ટીવી ચેનલ હશે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પ્રસારિત કરશે.જેમાં, ખાસ કરીને દેશની લોકશાહી મૂલ્યો અને સંસ્થાઓ વિશેની સામગ્રી પ્રસારિત કરવામાં આવશે.
જ્યારે જ્યારે સંસદનું સત્ર ચાલતું હશએ ત્યારે સંસદ ટીવીની બે ચેનલો હશે, જેથી તેમના પર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું સતત ટેલિકાસ્ટ કરી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે સંસદ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સંસદીય ટીવીનું ઔપચારિક શુઙભારંભ કરશે,આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા ઉપસ્થિત રહેશે.