- પીએમ મોદી આજે ત્રણ દિવસીય સંવાદનો કરશે આરંભ
- પડકાર જનક વૈશ્વિક મુદ્દાઓ પર મંથન કરવામાં આવશે
દિલ્હી-આજ રોજ 25 એપ્રિલને સોમવારથી રાજધાની દિલ્હીમાં સાતમા રાયસીના ડાયલોગની શરૂઆત થશે. આ સાથે જ PM નરેન્દ્ર મોદી ઉદ્ઘાટનનું સંબોધન કરશે. આ ભારત દ્વારા આયોજિત બહુપક્ષીય સંવાદ કાર્યક્રમ છે, જેમાં વિદેશ નીતિ અને ભૂ-આર્થિક આધારિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ રાયસીના સંવાદ 25 થી 27 એપ્રિલ સુધી ચાલશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન આ સંવાદના મુખ્ય અતિથિ હશે. રાયસીના ડાયલોગ 2022 એ થીમ ‘ટેરાનોવા- ઇમ્પેસન્ડ, ઇમ્પેસિયસ, ઇમ્પેરિલ્ડ’ પર આધારિત છે. જેમાં મુખ્યત્વે છ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. પૃથ્વીને ટેરા નોવા કહેવામાં આવે છે. સંવાદને નામ આપવાનો હેતુ એ છે કે વિશ્વને નવા દૃષ્ટિકોણથી જોવું જોઈએ.
જાણો શું છે રાયસીના ડાયલોગ- ક્યારથી થી શરુઆત?
આ રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. રાયસીના ડાયલોગ એ વાર્ષિક પરિષદ છે જેમાં ભૌગોલિક-રાજકીય અને ભૌગોલિક-આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. જેનું આયોજન ભારતના વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાયસીનામાં વિવિધ દેશોના વિદેશ, રક્ષા અને નાણામંત્રી સામેલ છે.