- પીએમ મોદી 25 નવેમ્બરના રોજ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરશે
- સીએમ યોગી આજે તૈયારીઓને કરશે સમિક્ષા
લખનૌઃ- દેશમાં એરપોર્ટ ક્ષેત્રે ઘણી પ્રગતિઓ થઈ રહી છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં 5મા નંબરનું ઈન્ટરનેશલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, આ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ જેવર ખાતે એરપોર્ટનો શિલાન્યાસ કરશે.
પીએમ મોદીના આ કાર્યક્રનમે લઈને અત્યારથી જ તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સ્થિતિની સમિક્શા કરવા માટે જેવર પહોંચશે.ઉલ્લેખનીય છે કે ગૌતમ બુદ્ધ નગરના જેવરમાં બનવા જઈ રહેલુ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ખૂબ મહત્વ ધરાવે છે.
આ બાબતે અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ કાર્યક્રમ ભવ્ય હશે જેમાં એરપોર્ટના શિલાન્યાસ સમારોહમાં લગભગ ત્રણ લાખ લોકો સામેલ થાય તેવી સંભાવનાઓ છે.આ સમગ્ર લોકોના આગમનને પગલે તૈયારીઓ થી રહી છે, આ સાથે જ રોહી ગામમાં ચાર હેલિપેડ, નવ પાર્કિંગની ખાસ જગ્યા, 30 જેટલા ગેટ અને પ્રદર્શન અને વીઆઈપી લોન્જ બનાવવામાં આવી ચૂક્યા છે.
આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ રોજ શિલાન્યાસ કાર્યક્રમની સમીક્ષા કરવા રોહી ગામની મુલાકાત લેશે. તૈયારીઓ વિશે સંપૂર્ણ સમિક્ષા પણ કરશે, આ સાથએ જ ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ યોજીને કાર્યક્રને સરળ સુલભ બનાવવાના માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે યુપીમાં બનનારુ આ એરપોર્ટ રાજ્યનું પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે.