Site icon Revoi.in

PM મોદી આજથી અમેરિકાની 5 દિવસીય મુલાકાતે રવાના થશે- સંયુક્ત રાષ્ટ્ર મહાસાભાના સત્રમાં આપશે હાજરી, યૂએસ રાષ્ટ્રપતિ બાઈડેન સહીત અનેક નેતાઓ સાથે કરશે મુલાકાત

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 21 સપ્ટેમ્બરને બુધવારના રોજ પાંચ દિવસની અમેરિકાની મુલાકાતે જવા રવાના થશે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં હાજરી આપશે તેમજ અન્ય દેશોના નેતાઓ સાથે  પણ ખાસ મુલાકાત કરશે. આ મહત્વની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી ઉપરાંત 100 દેશોના રાજ્યોના પ્રમુખો પણ અમેરિકામાં ઉપસ્થિત રહેશે

પીએમ મોદી 22 મી સપ્ટેમ્બરે મોડી રાત્રે વોશિંગ્ટન ડીસી પહોંચશે અને બીજે દિલસે સવારે તેઓ અમેરિકાના ટોચના સીઈઓને મળશે. એપલના ચીફ ટિમ કૂક સાથેની બેઠક પણ કાર્ડ પર છે. જો કે, અધિકારીઓએ આ વાતની પૃષ્ટિ કરી નથી.

મેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેક-ટુ-બેક બેઠકો બાદ પીએમ મોદી 23 સપ્ટેમ્બરે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે. પ્રધાનમંત્રી એ જ દિવસે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને તેમના જાપાની સમકક્ષ યોશીહિડે સુગાને પણ મળશે.

આ સાથે જ પીએમ મોદી 24 સપ્ટેમ્બરે યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે પ્રથમ સીધી દ્વિપક્ષીય બેઠક કરશે અને વોશિંગ્ટનમાં પ્રથમ વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે.

કે, યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોનસનની મુલાકાત પણ પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત સાથે સુસંગત છે અને બંનેની મુલાકાત થવાની સંભાવના છે. 24 સપ્ટેમ્બરની સાંજે પીએમ મોદી ન્યૂયોર્ક જવા રવાના થશે, જ્યાં તેઓ બીજા દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપશે.