પીએમ મોદી આવતીકાલે મધ્ય પ્રદેશમાં PMAY-Gના 5 લાખથી વધુ લાભાર્થીઓના ‘ગૃહપ્રવેશ’માં ભાગ લેશે
- એમપીમાં PMAY-Gના 5 લાખથી વધુ લાભાર્થીઓના ‘ગૃહપ્રવેશ’
- પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લેશે ભાગ
- જરૂરિયાતમંદોને પાકું મકાન આપવાનો પ્રયાસ
દિલ્હી:પીએમ મોદી 29મી માર્ચે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણના લગભગ 5.21 લાખ લાભાર્થીઓના ‘ગૃહપ્રવેશ’માં ભાગ લેશે.આ પ્રસંગે વડાપ્રધાન સભાને પણ સંબોધિત કરશે.
દેશના દરેક જરૂરિયાતમંદ પરિવારને તમામ પાયાની સુવિધાઓ સાથે પાકું મકાન આપવાનો વડાપ્રધાનનો સતત પ્રયાસ રહ્યો છે.આ આ દિશામાં વધુ એક પગલું છે.
આ ફંક્શનમાં શંખ, દીવો, ફૂલો અને રંગોળી સાથે પરંપરાગત ઉજવણીઓનું પણ સાક્ષી બનશે જે સમગ્ર મધ્યપ્રદેશમાં નવા ઘરોમાં આયોજિત કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં PMAY-Gનું અમલીકરણ મહિલા મેસન્સ સહિત હજારો કડિયાઓને તાલીમ આપવા, ફ્લાય એશ ઈંટોનો ઉપયોગ, મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને કેન્દ્રીય સામગ્રી માટે લોન આપીને સશક્તિકરણ, પ્રોજેક્ટના બહેતર અમલ અને દેખરેખ માટે ટેકનોલોજી જેવા ઘણા અનન્ય અને નવીન પગલાંઓનું સાક્ષી છે.