- પીએમ મોદીની ભેટ
- ઉતર પ્રદેશના લોકોને આપશે ભેટ
- રૂ. 10,000 કરોડના વિકાસ પ્રોજેક્ટની આપશે ભેટ
- ખાતરની ફેકટરી પણ ખેડૂતોને કરશે સમર્પિત
લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે પૂર્વી ઉત્તર પ્રદેશના લોકોને રૂ. 10,000 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે.પીએમ ખાતર ફેક્ટરીની નવ પ્રયોગશાળાઓ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને પ્રાદેશિક મેડિકલ રિસર્ચ સેન્ટર સાથે કેટલાક વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.
રવિવારે સવારે ગોરખનાથ મંદિરના ઓડિટોરિયમમાં મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે,વડાપ્રધાન મોદીની રેલી ઐતિહાસિક હશે. વડાપ્રધાન પૂર્વ ઉત્તર પ્રદેશના પાંચ કરોડ લોકોના સપના પૂરા કરવા આવી રહ્યા છે.તેનાથી રોજગારમાં વધારો થશે. વિકાસની ગતિ ઝડપી થશે.આરોગ્ય સેવાઓ વિશ્વ કક્ષાની બનશે. સારવાર માટે બહાર જવાની જરૂર નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે,ત્રણેય વિકાસ પ્રોજેક્ટથી પૂર્વ ઉત્તરપ્રદેશ તેમજ બિહાર અને નેપાળની મોટી વસ્તીને ફાયદો થશે. રોજગારનો માર્ગ ખુલશે.પૂર્વી ઉત્તર પ્રદેશ અને સમગ્ર રાજ્યના વિકાસની દૃષ્ટિએ 7 ડિસેમ્બર મહત્વની તારીખ સાબિત થવા જઈ રહી છે. આ દિવસે પીએમના ઐતિહાસિક સ્વાગત માટે પૂર્વી ઉત્તર પ્રદેશના લોકો અને અન્ય સંગઠનો ઉત્સાહિત છે.