Site icon Revoi.in

પીએમ મોદી 2 ઓગસ્ટ પર ડિજિટલ ઈન્ડિયાને લઈને કરશે મોટી પહેલ, વાંચો શું થશે કાલે નવું

Social Share

દિલ્લી: દેશમાં ડિજિટલ ઈન્ડિયાને વધુ વેગ આપવા માટે પીએમ મોદી દ્વારા મહત્વનું પગલુ ભરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આવતી કાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી (e-RUPI) લોન્ચ કરશે.

પ્રધાનમંત્રી તેને વીડિયો કોન્ફરન્સિગ દ્વારા લોન્ચ કરશે. ઈ-રૂપી એક પ્રીપેડ ઈ વાઉચર છે, જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એનપીસીઆઈએ વિકસીત કર્યુ છે. તેના દ્વારા કૈશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે.

જો કે તમામ લોકોને આ બાબતે તમામ પ્રકારની જાણકારી મળી રહે તે માટે પણ તમામ માહિતી જાહેર કરવામાં આવશે. વાઉચરને રિડીમ કરવા માટે કાર્ડ અથવા નેટ બેંકીંગની જરૂર રહેશે નહીં. ઈ- રૂપી એક ક્યૂઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ આધારિત ઈ વાઉચર છે. જે બેનિફિશયરીના મોબાઈલ પર પહોંચી જાય છે. તેને વન ટાઈમ મેકેનિઝ્મ માટે યુઝર્સ, સર્વિસ પ્રોવાઈડર પર કાર્ડ, ડિજીટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકીંગ એક્સેસ કર્યા વગર વાઉચરને રિડીમ કરી શકાશો. તેને એનપીસીઆઈએ પોતાના યુનિફાઈડ પેમેન્ટ ઈંટરફેસ એટલે કે યુપીઆઈ પ્લેટફોર્મ પર નાણાકીય વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી બનાવામાં આવ્યું છે.

આ ઈ-રૂપિ વાઉચરનો ઉપયોગ એક ક્રાંતિકારી પહેલ હોવાની અપેક્ષા છે. તેનો ઉપયોગ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વિવિધ કલ્યાણ યોજનાઓ હેઠળ સેવા પૂરી પાડવા માટે પણ થઈ શકે છે. ખાનગી ક્ષેત્ર પણ તેના કર્મચારી કલ્યાણ અને CSR કાર્યક્રમોમાં આ ડિજિટલ વાઉચર્સનો લાભ લઈ શકે છે.