Site icon Revoi.in

પીએમ મોદીના સંચાલક તરીકે 7 ઓક્ટબરે 20 વર્ષ થશે પુરાઃ ભાજપા બૂથ પર જશ્નની તૈયારીઓ શરુ

Social Share

દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2021 ઓક્ટબરની 7 તારીખના રોજ  બંધારણીય પદભાર સંભાળ્યો હતો, ત્યારે આવનારા 2 દિવસો બાદ પીએમ મોદીના એક સંચાલક તરીકેના 20 વર્ષ પુરા થવા જઈ રહ્યા છએ, આ પ્રસંગે ભાજપ બૂથ પર જશ્નની તૈયારીઓ શરુ થી ચૂકી છે, આ સાથે જ 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના જન્મદિવસે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે 7 ઓક્ટબર સુધી ચાલનાર છે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની બંધારણીય પોસ્ટ 2001 માં શરૂ થઈ હતી, જ્યારે તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે ભાજપ 7 ઓક્ટોબરે અનેક કાર્યક્રમોનું આયોજન કરશે.જેમાં ખાસ ‘સેવા અને સમર્પણ અભિયાન’ પણ શરૂ કર્યું હતું

મળતી માહિતી પ્રમાણે પક્ષના કાર્યકરો વડાપ્રધાન મોદી દ્વારા નદીઓ અને બૂથ સ્તરે સફાઈ કરીને કરેલા કામને જનતા સુધી લઈ જશે. આ સિવાય અન્ય સામાજિક કાર્યક્રમો દ્વારા પણ લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. પાર્ટીના કાર્યકરો દેશના દરેક બૂથ પર લોકોને પીએમ મોદીની નીતિઓ વિશે જણાવશે.

આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દેશની નદીઓની સફાઈ આ દિવસની યોજનાનો મહત્વનો ભાગ રહેષે. તેમધારાસભ્યો, સાંસદો અને અન્ય લોકો તેમના સંબંધિત મતવિસ્તારમાં યોજનાનો અમલ સુનિશ્ચિત કરશે. બીજેપીના અન્ય એક સૂત્રએ કહ્યું કે દેશભરના ગુરુદ્વારાઓ પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે. આ દરમિયાન, સેવા સમર્પણના ભાગરૂપે લંગરનું આયોજન કરવામાં આવશે.