Site icon Revoi.in

પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે  

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી  5 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં 11 મી સદીના સંત અને સમાજ સુધારક રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.તેને સ્ટેચ્યુ ઓફ ઇક્વેલિટીનું નામ આપવામાં આવ્યું છે.આ પ્રતિમા શહેરની બહાર આવેલા વિસ્તાર શમસાબાદમાં 45 એકર પરિસરમાં સ્થિત છે.

આયોજકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન મોદી 5 ફેબ્રુઆરી,2022 ના સ્ટેચ્યુ ઓફ ઇક્વેલિટી વિશ્વને સમર્પિત કરશે.આ 11  મી શતાબ્દીના સંત અને ક્રાંતિકારી સમાજ સુધારક રામાનુજાચાર્ય ની પ્રતિમા 216 ફૂટ ઉંચી પ્રતિમા છે.

નિવેદન મુજબ , રામાનુજાચાર્યની 1000 મી જયંતિ ઉત્સવ પ્રસંગે 2 ફેબ્રુઆરીથી શરૂ થતા કાર્યક્રમ સમારોહ હેઠળ સામુહિક મંત્ર જાપ જેવી અન્ય આધ્યાત્મિક ગતિવિધિઓનું આયોજન કરવામાં આવશે.