1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી રાજ્યો આસામ અને બંગાળના પ્રવાસે, શહેરના લાખો લોકોને મળશે રાહત
વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી રાજ્યો આસામ અને બંગાળના પ્રવાસે, શહેરના લાખો લોકોને મળશે રાહત

વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી રાજ્યો આસામ અને બંગાળના પ્રવાસે, શહેરના લાખો લોકોને મળશે રાહત

0
Social Share
  • પીએમ અસમ-બંગાળની લેશે મુલાકાત
  • બંને ચૂંટણીલક્ષી રાજ્યોને આપશે ભેટો
  • શહેરના લાખો લોકોને મળશે રાહત
  • એક મહિનાની અંદર ત્રીજી મુલાકાત

કોલકતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરી એટલે કે આજે ફરી એકવાર ચૂંટણીલક્ષી રાજ્યો અસમ અને બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન બંને રાજ્યોને ઘણી મહત્વપૂર્ણ યોજનાઓની ભેટ પણ આપશે.

વડાપ્રધાન મોદી આજે કોલકતાથી ઉત્તર-દક્ષિણ લાઇનના વિસ્તારનું ઉદ્દઘાટન કરશે. કોલકતા મેટ્રોના પ્રવક્તા ઇન્દ્રાણી બેનર્જીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન હુગલી જિલ્લામાં એક કાર્યક્રમમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીની ટ્રેનને લીલી ઝંડી બતાવશે.આ પછી 23 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે બહુ રાહ જોવાતી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.આ મેટ્રો નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી ચાલશે.તેનાથી નોઆપાડા અને દક્ષિણેશ્વરની વચ્ચે હજારો લોકોને જોડવામાં મદદ મળશે.

નોઆપાડાથી દક્ષિણેશ્વરની વચ્ચે 4.1 કિમીની લંબાવાઈ છે. તેની કિંમત આશરે 464 કરોડ રૂપિયાની આસપાસ છે. આ રૂટ પર મેટ્રો સેવા શરૂ થયા બાદ આમ જનતાને ટ્રાફિકથી રાહત મળશે. તેઓ સરળ મુસાફરી કરી શકશે. આ સાથે દક્ષિણેશ્વરી કાળી દર્શનમાં જતા લાખો ભક્તો અને પર્યટકોને રાહત મળશે. એટલે કે,મેટ્રો શરૂ થયા પછી,વિશ્વ વિખ્યાત કાળી મંદિર ટૂંક સમયમાં સુલભ થઈ જશે.

એક મેટ્રો અધિકારીએ જણાવ્યું કે, મુસાફરો દક્ષિણ છેડે કવિ સુભાષ સ્ટેશનથી 31.3 કિ.મી.નું અંતર કાપીને માત્ર એક કલાકમાં દક્ષિણેશ્વરની મુસાફરી કરી શકશે. દક્ષિણેશ્વરથી કાર્યકારી દિવસોમાં ન્યૂ ગડીયા સુધી ઓફિસ સમય દરમિયાન 6 મિનિટના અંતરે મેટ્રો દોડશે. આ રૂટ પર છેલ્લી મેટ્રો રાત્રે 9.30 વાગ્યે મળશે. કિલોમીટર વધાર્યા પછી પણ મહત્તમ ભાડું 25 રૂપિયા છે. પહેલાં મેટ્રો ન્યૂ ગડિયાથી નોઆપાડા સુધી ચાલતી હતી,હવે તે દક્ષિણેશ્વર સુધી પહોંચશે. નોઆપાડા પછી બે સ્ટેશન છે. બરાહનગર અને છેલ્લું સ્ટેશન દક્ષિણેશ્વર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હુગલીના ડનલપ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે.

અસમમાં મોદી બોન્ગાઇગાંવ સ્થિત ઇન્ડિયન ઓઇલના ઇન્ડેક્સ એકમ,ડિબ્રુગઢના મધુબન ખાતે ઓઇલ ઇન્ડિયા લિમિટેડના પેટાકંપની ટાંકી ફાર્મ અને ત્રણસુકિયાના હેબેડા ગામ ખાતે ગેસ કોમ્પ્રેસર સ્ટેશનનું ઉદ્દઘાટન કરશે.આ સાથે ધેમાજી એન્જિનિયરિંગ કોલેજના ઉદ્દઘાટન ઉપરાંત વડાપ્રધાન સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજની નીવ પણ રાખશે.

આ પ્રોજેક્ટથી ઉર્જા સુરક્ષા અને સમૃદ્ધિના ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરશે. અને સ્થાનિક યુવાનો માટે રોજગારનો માર્ગ ખુલશે. પીએમઓએ એમ પણ કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્વી ભારતના સામાજિક-આર્થિક વિકાસ તરફ વડાપ્રધાન મોદીના ‘પૂર્વોદય’ અભિગમનો એક ભાગ છે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code