Site icon Revoi.in

પીએમ મોદી 26 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે, બંને દેશો વચ્ચે થશે આ કરાર

Social Share

દિલ્લી: પીએમ મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આ અઠવાડિયે મુલાકાત કરશે.બેઠકમાં સંપર્ક, વાણિજ્યિક બાબતો,જળ પ્રબંધક,સુરક્ષા અને સીમા પ્રબંધક જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.મીડિયા રીપોર્ટ મુજબ,પીએમ મોદી 26 માર્ચે કોરોના વાયરસ મહામારી ફેલાયા બાદ પહેલી વાર વિદેશ યાત્રા પર બાંગ્લાદેશની મુલાકાતે જશે..

આ સમય દરમિયાન તે બાંગ્લાદેશના 50 માં સ્વતંત્રતા દિવસ અને તેના સ્થાપક બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનના જન્મ શતાબ્દી ઉજવણીમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન પીએમ મોદી શેખ હસીના સાથે વાત કરશે. બંને પક્ષો દ્વારા વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક એમઓયુ પર પણ હસ્તાક્ષર થવાની સંભાવના છે.

સમાચાર મુજબ, બાંગ્લાદેશ વેપાર અને વાણિજ્ય વધારવા માટે ભારત સાથે જોડાણ વધારવા માંગે છે. આ સંદર્ભમાં બાંગ્લાદેશ આગામી સમિટ દરમિયાન કનેક્ટિવિટી અને વ્યાપારી બાબતો પર ભાર મૂકશે.

-દેવાંશી