PM મોદી 2 થી 4 મે સુધી યુરોપની મુલાકાતે જશે-જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરશે ચર્ચા
- પીએમ મોદી આ વર્ષનો પ્રથમ વિદેશ પ્રવાસ કરશે
- 2 મેથી 4 મે સુધી યુરોપની લેશે મુલાકત
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 20022 માં પ્રથમ વખતે મે મહિનામાં વિદેશની યાત્રા કરનાર છે, પીએમઓ દ્રારા પીએમ મોદીના શએડ્યૂએલની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.પીએમ મોદીના પ્રવાસ મામલે વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે , રશિયા-યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિમાં પીએમ મોદી 2 મેથી 4 મે સુધી યુરોપના પ્રવાસ પર ીહશે.
પીએમઓ એ આપેલી જાણકારી પ્રમાણે પીએમ મોદી યુરોપમાં જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાત લેનાર છે. આ સાથે જ આ તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ મળશે. રિપોર્ટ પ્રમાણે પીએમ મોદી જર્મનીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ઉપરાંત તેઓ ભારત અને જર્મની વચ્ચેની 6ઠ્ઠી આંતર-સરકારી બેઠકમાં પણ ભાગ લેશે.
વડા પ્રધાન મોદી જર્મની પછી ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિકસેનના આમંત્રણ પર કોપનહેગન જવા રવાના થષશે, જ્યાં તેઓ બીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. 4 મેના રોજ ભારત પરત ફરતા પહેલા મોદી ફ્રાન્સમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને બીજી વખત મળશે.
પીએમ મોદીની યુરોપની આ મુલાકાત એ અર્થમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે યુરોપ સતત ભારતને રશિયા પર તેની નિર્ભરતા ઘટાડવાનું કહી રહ્યું છે. આ સિવાય રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે જો ભારત રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં મધ્યસ્થી કરે તો તેમને કોઈ વાંધો નથી. આવી સ્થિતિમાં, પીએમ સંકટના ઉકેલ માટે આ ત્રણ દેશો સાથે પણ ચર્ચા કરી શકે છે.એવી સ્થિતિમાં સો કોી દેશની નજર પીએમ મોદીની આ મુલાકાત પર અટકેલી છે.