Site icon Revoi.in

પીએમ મોદી આવતી કાલે ગુજરાતની મુલાકાતે – મેગા ઈવેન્ટને લઈને પુરજોશમાં તૈયારીઓ શરુ

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં એક મેગા ઈવેન્ટમાં હાજરી આપશે, પીએમ મોદીના આગમનને લઈને સમગ્ર તૈયારીઓ પુરજદોશમાં કરવામાં આવી રહી છે, આ ઈવેન્ટમાં  મોટી સંખ્યામાં લોકો આવવાની ધારણા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેડી પરવડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જાહેર સભાને સંબોધશે. આ માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 1 હજાર 20 જેટલી બસો તૈનાત કરવામાં આવી છે.

આ સાથએ જ જીએસઆરટીસીની 1,200 બસો ઉપરાંત ખાનગી શાળાઓની 600 બસો અને કેટલાક ટ્રેક્ટર અને મલ્ટી-યુટિલિટી વ્હીકલ  સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાંથી લોકોને રાજકોટના આટકોટ ગામે લાવવાની સુવિધામાં જોડાશે,આ ઈવેન્ટમાં અંદાજે 3 લાખ લોકોના જમવાની પ ણવયવસ્થા કરવામાં આવી છે,તેથી કહી શકાય કે આ ખૂબ મોટી ઈવેન્ટ હશે.

ભરત બોગરા ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત એકમના ઉપાધ્યક્ષ પણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમનું આયોજન SPSST દ્વારા ભગવા પક્ષ અને અન્ય વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

અનેક સુવિધાઓથી સજ્જ બન્યુ ગામ

ઉદ્ઘાટન માટે આટકોટ આવતા તમામ લોકો માટે તેમણે ભોજનની વ્યવસ્થા કરી છે. લગભગ ત્રણ લાખ લોકોને ભઓજન પીરસવાની વ્યવસ્થા કરી છે. આટલું જ નહીં, જાહેર સભા માટે બનાવવામાં આવેલા ગુંબજની અંદર 1.2 લાખ લિટર પાણી ઉપલબ્ધ થશે. કુલ મળીને, લોકોને મદદ કરવા અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ 11 હજાર સ્વયંસેવકો અને ભાજપના કાર્યકરો હાજર રહેશે