પીએમ મોદી દશેરાના પર્વ પર હિમાચલ પ્રદેશની લેશે મુલાકાત – દશેરાના પર્વની કરશે ઉજવણી
- પીએમ મોદી દશેરાના પર્વ પર હિમાચલ પ્રદેશની મુલાકાત
- એઈમ્સ હોસ્પિટલનું બિલાસપુર ખાતે કરશે ઉદ્ધાટન
દિલ્હીઃ હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે આજે આઠમ છે ત્યારે 2 દિવસ બાદ દશેરાનો પર્વ આવી રહ્યો છો આ દિવસે એટલે કે 5 ઓક્ટોબરના રોજ ડાપ્રધાન નરેન્દ્ર હિમાચલ પ્રદેશની મુલાકાત લેવા જઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિલાસપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ એક રેલીને પણ સંબોધિત કરશે. દરમિયાન એવા સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે હિમાચલ પ્રદેશમાં દશેરાની ઉજવણી કરશે.
આ સાથે જ બુધવારે જ કુલ્લુની વિશ્વ પ્રસિદ્ધ દશેરા રથયાત્રામાં ભાગ લેશે. કુલ્લુનો આ દશેરા વિજયાદશમીના દિવસે શરૂ થાય છે. દશેરાનો કાર્યક્રમ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
આ સાથે જ પીએમ મોદીની બિલસુપરની મુલાકાતના સંદર્ભમાં ગુરુવારે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે વ્યવસ્થાઓની સમીક્ષા કરતા સંબંધિત અધિકારીઓને મુલાકાતને યાદગાર બનાવવા માટે સૂચનાઓ આપી હતી. પીએમ મોદીના એગમનને લઈને આજ રોજ જેપી નડ્ડા એઈમ્સનું નિરીક્ષણ કરશે અને લુહણુંમાં પીએમ મોદીની જાહેર સભાની તયારીઓની સમીક્ષા કરશે.
વડા પ્રધાન ઓક્ટોબરના રોજ એઈમ્સ પહોંચશે. 5 ઓક્ટબરે બરાબર સવારે 10 વાગ્યે ત્યાં એઈમ્સ અને હાઈડ્રો કોલેજનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ કુલ્લુ જવા રવાના થશે.પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો ઉત્સાહ વધી રહ્યો છે.
આ પછી તેઓ લુહનુમાં જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને રવિવારથી જ ભાજપની ટોચની નેતાગીરીએ પહોંચવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં મોદીની 5 ઓક્ટોબરની હિમાચલ પ્રદેશની આ મુલાકાત આવનારી ચૂંટણીને લઈને મહત્વની માનવામાં આવી રહી છે,ઉલ્લેખનીય છે કે ભાજપ દરેક રીતે પોતાની સત્તા બનાવામાં સફળ થયું છે ત્યારે હવે હિમાચલ પ્રદેશમાં પણ જનતાને રિઝાવવાના સતત પ્રાયોસ કરવામાં આવી રહ્યા છે. પીએમ કુલ્લુમાં આંતરરાષ્ટ્રીય દશેરા ઉત્સવનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેમનો બીજલી મહાદેવ જવાનો પણ કાર્યક્રમ છે તેવું કહેવામાં આવી રહ્યું છે.