- 24 એપ્રિલે પીએમ મોદી કેરળની મુલાકાત લેશે
- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરશે
- અનેક કાર્યક્રમોમાં પણ લેશે ભાગ
દિલ્હીઃ- પીએમ મોદી સતત દેશના અનેક રાજ્યોની મુલાકાત લેતા હોય છે અને રાજ્યોને કરોડોની યોજનાઓની ભએંટ આપતા હોય છએ આજ શ્રેણીમાં પીએમ મોદી 24 એપ્રિલના રોજ કેરળની મુલાકાતે જવાના છે અહી તેઓ અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશએ તો વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે.મોદીની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે પાર્ટી અહીં એક વિશાળ લઘુમતી આઉટરીચ પ્રોગ્રામ હાથ ધરી રહી છે.
તેઓ અહી 24 એપ્રિલે બે દિવસની મુલાકાતે પહોંચશે અને અહીં બહુપ્રતીક્ષિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવા સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની તમામ તૈયારીઓ કરી રહ્યા છે.
પીએમ મોદીની મુલાકાતને લઈને ભાજપના રાજ્ય એકમે તેમની જાહેરાત કરતા ફેસબુક પર એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘વિશ્વ નેતા’ કેરળ આવી રહ્યા છે અને 24 એપ્રિલે કોચીમાં યોજાનારી રેલીમાં હજારો લોકો એકઠા થશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
વંદે ભારતને કેરળને વડા પ્રધાનની “વિશુ કાનેટ્ટમ” તરીકે ફાળવવામાં આવી રહી હોવાનું જણાવતા, ભાજપે કહ્યું, “આ એક ઐતિહાસિક ક્ષણ છે જેની કેરળ રાહ જોઈ રહ્યું છે”. સૂત્રોએ જણાવ્યું કે મોદી શાળાના બાળકોના જૂથ સાથે નવી ટ્રેનમાં મુસાફરી કરશે અને કોર્સ દરમિયાન તેમની સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. પાર્ટીનું માનવું છે કે મોદીની મુલાકાત તેના ચાલી રહેલા અભિયાનને વેગ આપશે .