Site icon Revoi.in

નેપાળના વડાપ્રધાનના આમંત્રણ પર PM મોદી 16 મેના રોજ લુમ્બિની જશે,આ કાર્યક્રમોમાં આપશે હાજરી

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર 16 મેના રોજ નેપાળના લુમ્બિની જશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી.

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર 16 મેના રોજ લુમ્બિનીની મુલાકાત લેશે. 2014 પછી વડાપ્રધાન મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે.

નિવેદન અનુસાર, વડાપ્રધાન લુમ્બિનીના માયાદેવી મંદિરમાં પ્રાર્થના કરશે.તેઓ બુદ્ધ જયંતિ નિમિત્તે નેપાળ સરકાર હેઠળના લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમને પણ સંબોધિત કરવાના છે.

આ ઉપરાંત, વડાપ્રધાન ત્યાં સૂચિત બૌદ્ધ સંસ્કૃતિ અને હેરિટેજ કેન્દ્રના શિલાન્યાસ સમારોહમાં પણ ભાગ લેશે.મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થશે.