પીએમ મોદી 15 ઓક્ટોબરના રોજ યુપીના સિદ્ધાર્થનગરની મુલાકાત લેશે- નવ નિર્માણ 7 મેડિકલ કોલેજનું કરશે ઉદ્ધાટન
- પીએમ મોદી 24 ઓક્ટોબરના રોજ યુપીની મુલાકાતે જશે
- સિદ્ધાર્થનગર જીલ્લાની કરશે મુલાકાત
- 7 નવી નિર્માણ કોલેજનું કરશે લોકાર્પણ
દિલ્હી- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્પરદેશના સિદ્ધાર્થનગર જીલ્લાની મુલાકાત લેશે, અહીં તેઓ પોતાના સંબોધન દરમિયાન 7 નવી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર બાબતને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિતેલા દિવસને શનિવારના રોજ આ માહિતી આપી હતી.
સીએમ યોગીએ જણાવ્યું હતું કે, તેઓ પીએમ મોદીની આગામી મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા સિદ્ધાર્થનગર જિલ્લા મથક પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નવી મેડિકલ કોલેજ બિલ્ડિંગ અને તેના પરિસરનું નિરીક્ષણ કર્યું અને વડાપ્રધાનના આગમનની તૈયારીઓ અંગે જિલ્લાના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
સીએમ યોગીની આ બેઠક લગભગ અડધા કલાક સુધી ચાલી હતી, ત્યાર બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘હું અહીં વડાપ્રધાનના આગમન પર તૈયારીઓની સમીક્ષા કરવા આવ્યો છું. ઉત્તર પ્રદેશમાં મેડિકલ કોલેજોની સાંકળ શરૂ કરવામાં આવી છે જેને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે.
ઉલ્લેખનીય છે કે અહીં સિદ્ધાર્થનગર મેડિકલ કોલેજ ઉપરાંત, જે મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન થશે તેમાં દેવરિયા, મિર્ઝાપુર, એટા, હરદોઈ, ગાઝીપુર અને બહરાઈચની નવી મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. રાજ્યના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે એક સાથે 7 મેડિકલ કોલેજોનું ઉદઘાટન કરવામાં આવશે.