પીએમ મોદી આવતીકાલે તમિલનાડુ અને કેરળના પ્રવાસે, સેનાને સોપશે અર્જુન ટેંક
- પીએમ મોદી આવતીકાલે તમિલનાડુ અને કેરળના પ્રવાસે
- ભારતીય સેનાને સોપશે અર્જુન મુખ્ય યુદ્ધક ટેંક
- ચેન્નાઇમાં અનેક મોટા પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ દેશના બે દક્ષિણી રાજ્યો તમિલનાડુ અને કેરળની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ચેન્નાઇમાં અનેક મોટા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન કરશે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી એમ કહેવામાં આવ્યું છે કે, ચેન્નાઇની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સેનાને અર્જુન મુખ્ય યુદ્ધક ટેંક પણ સોપશે. આ ઉપરાંત તેઓ કોચિમાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.
રીપોર્ટ મુજબ, ઉચ્ચ સ્તરીય બેઠકમાં રક્ષા મંત્રાલયે હાલમાં જ ભારતીય સેનામાં 118 અર્જુન માર્ક 1 એ ટેંકને સામેલ કરવાની મંજૂરી આપી છે..જેની કિમત લગભગ 8400 કરોડ રૂપિયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં અર્જુન ટેંકનું નવીનતમ સંસ્કરણ ભારતીય સેનાને સોપશે.
એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં રક્ષા મંત્રાલયે હાલમાં જ ભારતીય સેનામાં 118 અર્જુન માર્ક 1 એ ટેંકના સમાવેશને મંજૂરી આપી છે. રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરેલા અને વિકસિત 124 અર્જુન ટેંકોમાંથી ફ્લીટના પ્રથમ બેચમાં 118 અર્જુન ટેંકો સામેલ હશે. અને ભારતીય સેના પહેલેથી જ તેની તૈનાત કરી ચુકી છે. આ ટેંકો પાકિસ્તાનની સરહદે પશ્ચિમ રણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ 118 અર્જુન ટેંકો ભારતીય સેનાની બે રેજિમેન્ટ બનાવશે.
-દેવાંશી