Site icon Revoi.in

PM મોદી આજે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી

Social Share

દિલ્હીઃ- આજરોજ મંગળવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, આપત્તિઓની અસર માત્ર સ્થાનિક નહીં હોય, પરંતુ એક વિસ્તારમાં આપત્તિ સંપૂર્ણપણે અલગ વિસ્તારમાં ભારે અસર કરી શકે છે.આ સાથે જ પીએમ મોદીએ એમ પણ કહ્યું કે આપણો પ્રતિભાવ સંકલિત હોવો જોઈએ, અલગ નહીં.

આ સંમેલનને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારી પાસે અગાઉ બનેલી ઘટનાઓમાંથી શીખવાનો એક જ રસ્તો છે. દરેક દેશ વિવિધ પ્રકારની આફતોનો સામનો કરે છે.ઉલ્લેખનીય છે કે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ  આ વર્ષની થીમ ‘ડિલિવરિંગ રિસિલિઅન્ટ એન્ડ ઈન્ક્લુઝિવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ છે. આ મુખ્ય વાર્ષિક કાર્યક્રમમાં 50 વૈશ્વિક સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા 20 થી વધુ દેશોના લગભગ 90 નિષ્ણાતો ઉપસ્થિતિ રહેતા હોય છે.

પીએમ મોદીએ કહ્યું કે આ બાબતે વૈશ્વિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર પણ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. થોડા વર્ષોમાં, 40 થી વધુ દેશો સીડીઆરઆઈનો ભાગ બની ગયા છે. આમ આ કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહી છે. અદ્યતન અર્થતંત્રો અને વિકાસશીલ અર્થતંત્રો, નાના દેશો અને મોટા દેશો, ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ આ પ્લેટફોર્મ પર એકસાથે આવી રહ્યા છે.

પીએમ મોદીએ વાતને આગળ વધારતાની સાથે જ એવું પણ કહ્યું હતું કે  ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કોઈને પાછળ ન છોડવું જોઈએ અને કટોકટીના સમયમાં પણ લોકોની સેવા કરવી જોઈએ. સામાજિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું જ મહત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે  ભૂતકાળમાં સૌથી મોટી દુર્ઘટના તુર્કી અને સીરિયામાં ભૂકંપની જોવા મળી હતી. જ્યારે આ વર્ષે 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપના કારણે બંને દેશોમાં 40 હજારથી વધુ લોકોના મોત થયા હતા. વિનાશક ભૂકંપ બાદ ભારતે પણ રાહત અને બચાવ કાર્ય માટે પોતાની ટીમ મોકલી હતી,