Site icon Revoi.in

PM મોદી સૌથી લોકપ્રિય નેતાઃ-ટ્વિટર પર ફોલોઅર્સ મામલે યુએસ નેતા બાઈડેન અને યુકેના પીએમ જોનસનને પછાળ્યા

Social Share

 

દિલ્હીઃ- પીએમ મોદીની લોકપ્રિયતા કોઈથ છુપી નથી, માત્રા ભારતદેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પીએમ મોદીનો ડંકો વાગે છે, પીએમ મોદી ના સોષિયલ મીડિયા ફોલોઅર્સ પણ સૌથી વધુ છે આ સાથે જ ફરી એક વખત પીએમ મોદી લોકપ્રિયતાના માળખામાં યથાવત રહ્યા છે.

આજની તારીખમાં નરેન્દ્ર મોદી જેટલા લોકપ્રિય અન્ય કોઈ રાજકારણી નેતા નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ અને લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ઘણા મોટા નેતાઓ કરતા ઘણા આગળ છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ દરમિયાન ટ્વિટર પર મોદીના 8 કરોડ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે  ભારતના વડાપ્રધાન મોદીએ વર્ષ 2009માં પોતાનું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું

 આજરોજ હવે તેઓ કોરોડાના દિલમાં રાજ કરી રહ્યા છે અને લોપ્રિયતાની બિરુદ જાળવી રહ્યા છે.પીએમ મોદીની આ જ લોકપ્રિયતાની જો વાત કરવામાં આવે તો, આંતરરાષ્ટ્રીય મંચ પર અન્ય નેતાઓથી પણ તેઓ આગળ ચાલી રહ્યા છે. 

જાણકારી મુજબ અમેરિકાના પ્રમુખ જો બાઈડેન એટલે કે @JoeBiden ટ્વિટર હેન્ડલના 34.6 મિલિયન ફોલોઅર્સ છે. આ રીતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોના આ પ્લેટફોર્મ પર 84 લાખ ફોલોઅર્સ છે. તે જ સમયે, યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, @બોરિસ જોનસનના ટ્વિટર હેન્ડલના 4.5 મિલિયન એટલે કે માત્ર 45 લાખ ફોલોઅર્સ છે.જ્યારે પીએમ મોદી આ બાબાતે સૌથી આગળ 8 કરોડ સાથે આગળ છે.