Site icon Revoi.in

PM મોદી એ દિગ્ગજ રમતવીર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર પાઠવી શ્રદ્ધાંજલી – દેશવાસીઓને રાષ્ટ્રીય રમત દિવસની આપી શુભેચ્છા 

Social Share

 

દિલ્હીઃ- આજે રાષ્ટ્રીય રમત દિવસ છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે દેશવાસીઓને તેમની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તાજેતરના વર્ષો રમતગમતની દ્રષ્ટિએ ખૂબજ સારા રહ્યા છે

આ સાથે જ તેમણે દિગ્ગજ હોકીના રમતવીર એવા મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.ઉલ્લેખનીય છે કે  દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ધ્યાનચંદની જન્મજયંતિ પર તેમની યાદમાં અને તેમના યોગદાન બદલ સ્પોર્ટ્સ ડે મનાવવામાં આવે છે.

આજના ખાસ દિવસે પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે , “રાષ્ટ્રીય રમત દિવસ પર અભિનંદન અને મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ, તાજેતરના વર્ષો રમતગમત માટે અદ્ભુત રહ્યા છે, આ વલણ ચાલુ રહે છે. હું ઈચ્છું છું કે દેશભરમાં રમતગમતની લોકપ્રિયતા આવી  રીતે જ વધતી જતી રહે. ” આ સિવાય મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વિવિધ રમતના સ્ટાર્સનો વીડિયો પણ શેર કર્યો હતો.

ભારતના સુપ્રસિદ્ધ ખેલાડી મેજર ધ્યાનચંદને એક મહાન હોકી ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે, તેથી તેમને “હોકીના જાદુગર” પણ કહેવામાં આવે છે. હોકીના જાદુગર તરીકે જાણીતા છે.