અમેરિકામાં હિંસક પ્રદર્શન પર PM મોદીનું ટ્વિટ – સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થવુ જોઈએ
દિલ્લી: અમેરિકામાં હાલ પ્રદશન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ઈલેક્ટોરલ કૉલેજને લઈને બેઠક પહેલા જ ગુરૂવારના રોજ કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો મચાવ્યો છે, ત્યારે અમેરિકામાં થઈ રહેલી હિંસાને લઈને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આ અંગે ચિંતા જતાવી હતી.
ઉલ્લેખનીય છે કે,અમેરિકી સંસદના બંને સદન એટલે કે સિનેટમાં બુધવારે ઈલેક્ટોરલ કોલેજના મતની ગણતરી અને બાઈડનની જીત પર મોહર લગાવવા માટે બેઠક શરૂ થઈ. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થક સંસદની બહારભેગા થઈને હંગામો કર્યો હતો અને આ અફડાતફડીમાં એક મહિલાનુ મોત પણ નીપજ્યુ હતું
અમેરિકામાં થઈ રહેલા વિરોધ બાબતે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, વૉશિંગ્ટન ડીસીમાં હુલ્લડ અને હિંસા વિશે માહિતી મળતા હું ઘણો ચિંતિત છુ. સત્તાનુ પરિવર્તન સુચિબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે થવુ જોઈએ. ગેરકાયદેસર વિરોધના માધ્યમથી લોકતાંત્રિક પ્રક્રિયાને પ્રભાવિત ન થવી જોઈએ.
આ બાબતે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનસને પણ ટ્વીટ કરીને કહ્યુ છે કે, અમેરિકી કોંગ્રેસમાં શરમજનક સ્થિતિ. સંયુક્ત રાજ્ય અમેરિકા વિશ્વભરમાં લોકતંત્ર માટે ઉભુ હોય છે અને હવે સત્તાનું શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે હસ્તાંતરણ થવુ જોઈએ તે ખાસ મહત્વપૂર્ણ છે.
-સાહીન