Site icon Revoi.in

પીએમ મોદીએ ‘પરિક્ષા પે ચર્ચા 2022’ ને લઈને કર્યું ટ્વિટ- નોંધણી કરાવા માટે આમંત્રણ આપ્યું

Social Share

 

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના મહામારી હોય કે વિદ્યાર્થીઓની પરિક્ષા હોય તમામ વખતે દેશની જનતા સાથે ઊભા હોય છે, આ સાથે જ સંવાદ યોજીને તેમને સાંભળતા પણ હોય છે, પીએમ મોદીની લોકપ્રીયતાનું એક આ પણ મહત્વનું કારણ છે કે તેઓ દેશની જનતા વચ્ચે રહીને તેમને સમજે છે અને જાણે છે, ત્યારે હવે પીએમ મોદી એ પરિક્ષા પે ચર્ચા 2022ને લઈને ટ્વિટ કર્યું છે.

પીએમ મોદીએ આ અંદે ટ્વિટ કરીને વધુને વધુ લોકોને નોંધણી કરાવવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ ચર્ચાથી તેઓ પોતાના ઊર્જાવાન યુવાનો સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાની એક ખાસ તક મળી રહે છે.

પીએમ એ ટ્વિટ કરીને કહ્યું છે કે “પરીક્ષાઓની સાથે-સાથે ‘પરીક્ષા પે ચર્ચા 2022’ કાર્યક્રમ પણ નજીક આવી રહ્યો છે. , આપણે સૌ તણાવમુક્ત પરીક્ષા પર ચર્ચા કરીએ અને ફરી એકવાર આપણા મક્કમ #ExamWarriors, તેમના વાલીઓ અને શિક્ષકો સાથે સહકાર કરીએ. હું આપ સૌને આ વર્ષની #PPC2022 માટે નોંધણી કરાવવા અનુરોધ કરૂં છું.