Site icon Revoi.in

મોરબીમાં હનુમાનજીની 108 ફુટ ઉંચી પ્રતિમાનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હનુમાન જ્યંતિના પ્રસંગ્રે ગુજરાતના મોરબીમાં વીડિયો કોન્ફરન્સિંગથી ભગવાન હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રતિમાની ઉંચાઈ 108 ફુટ છે. લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજના પ્રવિત્ર દિવસે ભવ્ય મૂર્તિનું લોકાર્પણ થયું છે. આ રામભક્તો અને હનુમાનજી ભક્તો માટે સુખદાઈ છે. તેમણે રામચરિત માનસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ઈશ્વરની કૃપા વિના સંતોના દર્શન ગુર્લભ બને છે. પીએમ મોદીએ કહ્યું કે, હનુમાનજી પોતાની ભક્તિ અને સવાભાવથી બધાને જોડે છે. તેમનાથી પ્રેરણા મળે છે કે, હનુમાનજી શક્તિ અને સંબલ છે તેમણે તમામ વનવાસી પ્રજાતિયો અને વનબંધુઓને માન અને સન્માન આપાવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, હનુમાનજી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર છે.

પીએમઓના જણાવ્યા અનુસાર આ મૂર્તિ હનુમાનજી ચાર ધામ પરિયોજના હેઠળ બનાવવામાં આવી છે.  આ પરિયોજના હેઠળ દેશની ચારેય દિશામાં ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. મોરબીમાં બનેલી ભગવાનની પ્રતિમા બીજી છે. આ પ્રતિમાની સ્થાપના મોરબીમાં પરમ પૂજ્ય બાપુ કેશવાનંજીના આશ્રમમાં કરાઈ છે. હનુમાનજી ચારધામ પરિયોજનાની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. હનુમાનજી ચાર ધામ પરિયોજનાની પ્રથમ મૂર્તિ 2010માં શિમલામાં બનાવવામાં આવી હતી. દક્ષિણમાં રામેશ્વરમાં હનુમાનજીની ત્રીજી પ્રતિમા ઉપર કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદમાં 216 ફુટ ઉંચા સ્ટેચ્યુ ઓફ ઈક્વીટીનું અનાવરણ કર્યું હતું. આ મૂર્તિ 11 મી સદીના વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની છે. સ્ટેચ્યુ ઓફ ઈક્વીટી બેસેલી મુદ્રામાં બીજી સૌથી મોટી ઉંચી મૂર્તિ છે. આ મૂર્તિ એક હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. તેને બનાવવા સોના, ચાંદી, તાંબુ, પીતળનો ખુબ ઉપયોગ કરાયો છે.