અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારના મંત્રીમંડળ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતના વિકાસને લઈને ચર્ચા કરી હતી. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી મામલે પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળ, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મંત્રીમંડળને ગુજરાત મોડલને વધારે મજબુત બનાવવા માટે તાકીદ કરી હતી. સરકારની યોજનાઓનો યોગ્ય પ્રચાર કરવો જોઈએ, પ્રજાલક્ષી કામ ઝડપથી પૂર્ણ કરવાની સુચના આપી હતી.સરકારી પેમેન્ડમાં ડિજીટલનો ઉપયોગ કરવા નિર્દેશ કર્યો હતો. ભાજપ સરકાર ગુજરાત મોડેલનો પ્રચાર પીએમ સહિતના નેતાઓ કરે છે. ગુજરાત મોડલને વધારેમાં વધારે મજબુત બનાવવા તાકીદ કરી હતી. કેટલાક મંત્રીઓને કામગીરી અંગે ટકોર કરી હતી. દરમિયાન લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં મંત્રીમંડળની વિસ્તરની ચર્ચાઓ વહેતી થઈ છે. વડાપ્રધાન મોદીએ રાજ્યના પ્રજાલક્ષી કામોને વેગ આપવા માટે તમામ પ્રધાનોને કહ્યુ હતુ. આ ઉપરાંત આવનારા સમયમાં પ્રધાનોએ શું કામગીરી કરવી જોઇએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ સભાને સંબોધિત કરી હતી. આ ઉપરાંત આજે ગાંધીનગર સ્થિત સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યું હતું.