Site icon Revoi.in

પીએમ મોદી એ સ્ટેસ્ચ્યુ ઓફ યુનિટી પહોંચી સરદાર પટેલની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી

Social Share

અમદાવાદઃ પીએમ મોદી વિતેલા દિવસથી જ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજરોજ વહેલી સવારે તેઓ કેવડિયા ખાતે પહોંચ્યા હતા અહી તેમણે સરદાર પટેલની જન્મ જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પીએમ મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. મંગળવારે સવારે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે દેશના પ્રથમ ગૃહમંત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદી રેમ્પથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ગયા અને ત્યાંથી સરદાર પટેલને ફૂલ અર્પણ કર્યા.
આ પહેલા પીએમ મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 148મી જન્મજયંતિ પર X પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, “સરદાર પટેલની જન્મજયંતિ પર, અમે તેમની અદમ્ય ભાવના, દૂરંદેશી નેતૃત્વ અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ જેનાથી તેમણે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. અમે હંમેશા તેમના ઋણી રહીશું.”
આ સાથે જ આજરોજ પટેલ જયંતિ પર મોદી યુથ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન લોન્ચ કરશે પીએમ નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર યુવાનોના દેશવ્યાપી સંગઠન મેરા યુવા ભારતની શરૂઆત કરશે. તેણે રવિવારે મન કી બાતમાં આની જાહેરાત કરી હતી.