- પીએમ મોદી 15 જુલાઈએ વારાણસી ખાતે
- અનેર યોજનાઓનો કરાવશે આરંભ
- ઉત્તરપ્રદેશ ચૂંટણીની તૈયારીઓ
લખનૌઃ-ઉત્તરપ્રદેશમાં આવનારા વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોદાનાર છે ત્યારે અત્યારથી જ રાજ્યમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઇના રોજ તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ 400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો આરંભ પણ કરનાર છે. આ વર્ષે વડા પ્રધાન મોદીની વારાણસીની આ પહેલી મુલાકાત હશે.વર્ષ 2022 માં યોજાનારી ચૂંટણીઓ માટે પીએમ મોદી ગુરુવારથી જ ચૂંટણીના શૂર શરુ કરશે.
આ સમગ્ર બાબતે યુપી સરકારના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આવનારા વર્ષના પ્રારંભમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે આગામી 100 દિવસમાં મોદી અલગ અલગ પરિયાજનાઓવું ઉદ્ઘાટન કરવા માટે ભૌગોલિક રીતે યુપીના અનેક વિસ્તારોની મુલાકાત લેશે.
ગુરુવારના રોજ અહીં પીએમ મોદી વારાણસીમાં એક જાહેર સભાને સંબોધન કરશે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે જ્યાં તેઓ રાજ્ય સરકારના વિકાસ એજન્ડા પર ચર્ચા કરશે. પીએમ મોદી વારાણસીમાં જાપાની સરકારની મદદથી બનેલા રુદ્રાક્ષ કન્વેશન સેન્ટરનું ઉદઘાટન પણ કરશે. આ ઉપરાંત તેઓ નવ જિલ્લામાં નવ મેડિકલ કોલેજોનું ઉદઘાટન પણ કરવા જઇ રહ્યા છે.