પીએમ મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત કરાયા – દેશની જનતાને સમર્પિત કર્યો આ એવોર્ડ
મુંબઈઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મહારાષ્ટ્રના પૂણેની મુલાકાતે છે આજરોજ તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકની 103મી પુણ્યતિથિ પર તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ ખાસ ચર્ચાનો વિષેય બન્યો છે કારણ કે આ પુરસ્કાર સમારોહમાં ખાસ એનસીપી નેતા શરદ પવારની હાજરી હતી આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ આ એવોર્ડ સાથે મળેલી રકમ નમામી ગંગે પ્રોજેક્ટમાં દાન કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘આજનો દિવસ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અહીં આવીને હું જેટલો ઉત્સાહિત છું, તેટલો જ ભાવુક છું. થોડા સમય પહેલા મેં પણ મંદિરમાં ગણપતિજીના આશીર્વાદ લીધા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ આ એવોર્ડ દેશની જનતાને સમર્પિત કર્યો છે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘મારા માટે આ એક યાદગાર ક્ષણ છે.’ હું 140 કરોડ દેશવાસીઓને લોકમાન્ય તિલક એવોર્ડ સમર્પિત કરું છું.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીને પુણેના એસપી કોલેજ ગ્રાઉન્ડમાં શરદ પવારની હાજરીમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન શરદ પવારની સાથે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને તેમના ભત્રીજા અજિત પવાર પણ સાથે જોવા મળ્યા હતા.