- પીએમ મોદી બીજેપીના કાર્યકર્તાઓને સંબોધશે
- એક સાથએ 50 હજાર કાર્યકર્તાઓનું સંબોધિત કરશે
દિલ્હીઃ- આજરોજ દેશના પ્રધાનમંત્રી મોદી કર્ણાટકમાં ભાજપના 50 લાખ કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન શોભાકરંદલાજેએ જણાવ્યું હતું કે 58,112 બૂથમાંથી પાર્ટી કાર્યકર્તાઓ બેઠકમાં ભાગ લેશે.
જાણકારી પ્રમાણે દરેક બૂથ પર મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. તે જ સમયે, કાર્યકર્તાઓ નમો મોબાઇલ એપ દ્વારા પીએમ મોદીનું સંબોધન પણ સાંભળી શકે છે. કર્ણાટકમાં ડબલ એન્જિન સરકાર ફરી સત્તામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વડા પ્રધાન પાર્ટીના લાખો કાર્યકરો સાથે વર્ચ્યુઅલ રીતે જોડાશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓ સાથે વાત કરશે અને તેમને પાર્ટી માટે કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પીએમ મોદીના શેડ્યૂલ મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં છ દિવસમાં લગભગ 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે, જે રાજ્યમાં સત્તા જાળવી રાખવાના પક્ષના પ્રયાસોને નોંધપાત્ર વેગ આપશે.
વડાપ્રધાન 28 એપ્રિલે ચૂંટણી પ્રચાર શરૂ કરશે અને 7 મે સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 એપ્રિલ, 29 એપ્રિલ, 3 મે, 4 મે, 6 મે અને 7 મેના રોજ ચૂંટણી પ્રચાર કરશે.કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના જણાવ્યા મુજબ પીએમ મોદી પોતાના પ્રચારની શરૂઆત બેલાગવીથી કરશે. તેઓ કર્ણાટકના સૌથી મોટા જિલ્લાઓમાંના એક બેલાગવીમાં ચિકોડી, કિત્તુર અને કુડાચીની મુલાકાત લેશે.
આ સહીત વડાપ્રધાન ઉત્તરા કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહે કર્ણાટકમાં ભાજપની સત્તા જાળવી રાખવા માટે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. બંને સતત પ્રચાર કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની ટૂંટણીને લઈને બીજેપી એડીચોટીનું જોર લગાવી રહી છે.