PM મોદી આજે ટેક્નોલોજી પર આધારિત એક વેબિનારને કરશે સંબોધિત –
- પીએમ મોદી ટેકનો આધારિત વેબિનારને સંબોધશે
- ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જીવનને સરળ બનાવવા’ વિષય પર ચર્ચા
દિલ્હી- આજરોજ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ‘અનલીશિંગ ધ પોટેન્શિયલઃ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જીવનને સરળ બનાવવા’ વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ વેબિનારમાં નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ટેક્નોલોજી ક્ષેત્રને લગતી વિવિધ જાહેરાતો પર ચર્ચા કરવામાં આવશે.
દેશમાં 1 લી ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં ડિજીલોકર યુનિટ, નેશનલ ડેટા એડમિનિસ્ટ્રેશન, એડ્રેસ અપડેટ ફેસિલિટી, ફિનટેક સેવાઓ, સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મિશન કર્મયોગી, ઈ-કોર્ટ્સ, 5G અને બિઝનેસ કરવાની સરળતા સંબંધિત જાહેરાતો કરવામાં આવી હતી ત્યારે હવે આ વેબિનાર એ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોના કાર્યક્ષમ અમલીકરણની સુવિધા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આયોજિત શ્રેણીનો એક ભાગ છે.
મોદીના સંબોધન પછી ટેલિકોમ્યુનિકેશન વિભાગ, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રાલય દ્વારા આયોજિત ચાર થીમ-આધારિત પેટા સત્રો યોજાશે.