Site icon Revoi.in

PM મોદી આજે ટેક્નોલોજી પર આધારિત એક વેબિનારને કરશે સંબોધિત –

Social Share
દિલ્હી- આજરોજ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી  ‘અનલીશિંગ ધ પોટેન્શિયલઃ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જીવનને સરળ બનાવવા’ વિષય પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ વેબિનારમાં નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ટેક્નોલોજી ક્ષેત્રને લગતી વિવિધ જાહેરાતો પર ચર્ચા કરવામાં આવશે.
દેશમાં 1 લી ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં ડિજીલોકર યુનિટ, નેશનલ ડેટા એડમિનિસ્ટ્રેશન, એડ્રેસ અપડેટ ફેસિલિટી, ફિનટેક સેવાઓ, સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મિશન કર્મયોગી, ઈ-કોર્ટ્સ, 5G અને બિઝનેસ કરવાની સરળતા સંબંધિત જાહેરાતો કરવામાં આવી હતી ત્યારે હવે આ વેબિનાર એ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોના કાર્યક્ષમ અમલીકરણની સુવિધા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આયોજિત શ્રેણીનો એક ભાગ છે.