- પીએમ મોદી આજે વર્ચ્યુઅલ રીતે રોજગાર મેળાને સંબોધિત કરશે
- વિતેલા વર્ષે રોજગાળ મેળાની કરી હતી શરુઆત
દિલ્હીઃ- આજરોજ સોમવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કરશે. વડા પ્રધાને ગયા વર્ષે ધનતેરસના અવસર પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાની શરૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે રોજગાર મેળા થકી કેન્દ્રીય સ્તરે 10 લાખ નોકરીઓ આપવાના સરકારના અભિયાનની આ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી વડાપ્રધાને ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં નોકરી મેળાઓને સંબોધિત કર્યા છે.
પીએમ મોદીએ ત વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી ભરતીઓ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ માટે કર્મયોગી દીક્ષા મોડ્યુલ પણ લોન્ચ કર્યું હતું જ્યારે નવા નિમણૂક પામેલાઓને લગભગ 71 હજાર નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.ત્યારે હવે આજે આ રોજગાર મેળાને પીએમ ઓનલાઈન સંબોધિત કરતા જોવા મળશે, રોજગાર મેળઆનો હેતું યુવાઓને યોગ્ય નોકરી આપવાનો છે આ મેળાથી હજારો યુવાઓને નોકરીની તક સાપંડી છે.