Site icon Revoi.in

પીએમ મોદી આજે 11 કલાકે આઈઆઈટીના ડાયરેક્ટર્સને સંબોધિત કરશેઃ- નવનિયુક્ત શિક્ષણમંત્રી ઘર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે

Social Share

 

દિલ્હીઃ- દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે 11 વાગ્યે વિવિધ ભારતીય ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડિરેક્ટરને સંબોધિત કરશે,આ ઇવેન્ટ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવશે. આ પ્રસંગે ભારતના નવનિયુક્ત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ પીએમ મોદીના મંત્રીમંડળમાં વિસ્તરણ થયા પછી જ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા  ફેબ્રુઆરીમાં આઈઆઈટી ખડગપુરના  66 મા દિક્ષાંત સમારોહમાં પોતાના સંબોધનમાં વડા પ્રધાને વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, આત્મ જાગૃકતા અને નિ:સ્વાર્થતાના મંત્રોચ્ચાર સાથે, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા વિનંતી કરી હતી.

તેમણે આઈઆઈટીને ‘સ્વદેશી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી’ પણ કહ્યું હતું અને જણાવ્યું હતું  કે એન્જિનિયર્સમાં વસ્તુઓને ‘પેટર્ન’ થી લઈને ‘પેટન્ટ’ સુધીની લઈજવાની ક્ષમતા હોવી જોઈએ.