- પીએમ મોદી સાંજે 7 વાગ્યે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે
- ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના ત્રણ રાજ્યોના કાર્યકરતાઓને સંબોધિત કરશે
દિલ્હીઃ- આજરોજ દેશના 3 ઉત્તર-પૂર્વ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.મોટાભાગની મતગણતરી હવે પુરી થવાને આરે છે જ્યારે હાલ ત્રિપુરામાં ભાજપ લગભગ સત્તામાં આવતું જોવા મળી રહ્યું છે.
જો ત્રિપુરાની વાત કરીએ તો ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે. પાર્ટીએ તેમને ટાઉન બારડોવલી મતવિસ્તારમાંથી તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. સાહાએ કોંગ્રેસના ઉમેદવાર આશિષ કુમાર સાહાને 1257 મતોના માર્જિનથી હરાવ્યા હતા. મુખ્યમંત્રીને 49.77 ટકા એટલે કે 19,586 વોટ મળ્યા. તેમણે કહ્યું, “અમે અગાઉ પણ કહ્યું હતું કે ભાજપ ફરી એકવાર બહુમતી સાથે સરકાર બનાવશે અને અત્યાર સુધીના પરિણામો દર્શાવે છે કે અમે સરકાર બનાવી રહ્યા છીએ.” હું પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું