પીએમ મોદી આજથી બે દિવસની કર્ણાટકની મુલાકાતે – છ જાહેરસભાને સંબોધિત કરશે, બે રોડ શો પણ કરશે
દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બીજેપી એડી ચોંટીનુિં જોર મતદાતાઓને રિઝવવામાં લગાવી રહી છએ ત્યારે આ શ્રેણીમાં પીએમ મોદી અનેક વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છએ ત્યારે આજથી 2 દિવસની ફરી પીએમ મોદી કર્ણાટકની મુલાકાતે છે.
આ ચૂંટણી 10 મેના રોજ યોજાનારી છે, વિધાનસભાની ચૂંટણી માટે પીએમ મોદી અંહી છ જાહેરસભાઓને સંબોધિત કરશે અને આ સહીત તેઓ બે જગ્યાએ રોડ શો કરશે જેમા મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની સંભઆવનાઓ દેખઆઈ રહી છે
પીએમ મોદીના પ્રવાસનો કાર્યક્રમ આજરોજ શનિવારથી શરુ થશે જે પ્રમાણે આજે સવારે દિલ્હીથી વિશેષ ફ્લાઇટમાં બિદર એરપોર્ટ જશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર લઈને બિદર જિલ્લાના હુમનાબાદ જશે અને સવારે 11 વાગ્યે એક જાહેર સભાને સંબોધશે.
ત્વયાર બાદ પીએમ મોદી વિજયપુરા જશે, જ્યાં તેઓ બપોરે 1 વાગે ચૂંટણી રેલીને સંબોધિત કરશે. તેઓ બપોરે લગભગ 2 વાગ્યેને 15 મિનિટ આસપાસ બેલાગવી જિલ્લાના કુડાચીમાં એક જાહેર સભાને સંબોધશે.
આ સહીત પીએમ મોદી સાંજે બેંગલુરુ નોર્થમાં રોડ શો કરશે.બેંગલુરુમાં રાત્રિ રોકાણ કર્યા પછી, તેઓ રવિવારે સવારે રાજભવનથી કોલાર માટે રવાના થશે, જ્યાં તેઓ સવારે 11.30 વાગ્યે એક જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન મોદી બપોરે 1.30 વાગ્યે રામનગર જિલ્લાના ચન્નાપટનામાં જનસભાને સંબોધિત કરશે
આ કાર્યક્રમ પતાવ્યા બાદ મોદીજી હાસન જિલ્લાના બેલુર જશે, જ્યાં તેઓ બપોરે 3.45 વાગ્યે એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી રવિવારે સાંજે મૈસૂરમાં રોડ શો કરશે. અને અહી તેમની 2 દિવસની યાત્રાનો અંત આવશે.