Site icon Revoi.in

PM મોદી આજે કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા જનતાનીવચ્ચે રહીને કાર્ય કરે છે દેશમાં અનેક પ્રસંગે અથવા તો અનેક પ્રોગ્રામમાં જનતાને સંબોધિત કરે છે તો સાથએ જ મંત્રીઓ અને દેશની સેવા સાથએ જોડાયેલા લોકોના સંપર્કમાં રહે છે ત્યારે આજ રોજ શનિવારે પણ પીએમ મોદી ઓનલાઈન વીડિયો દ્વારા  કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.

2 દિવસ યોજાનારી આ કોન્ફરન્સમાં ઝડપી અને ખર્ચ-અસરકારક ન્યાય માટે આર્બિટ્રેશન, એકંદર કાનૂની માળખાને અપગ્રેડ કરવા, અપ્રચલિત કાયદાઓ દૂર કરવા, ન્યાયની પહોંચમાં સુધારો, પેન્ડન્સી ઘટાડવા અને કેસોના ઝડપી નિકાલની ખાતરી જેવા ખાસ મુદ્દાઓ કે વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના એકતા નગર ખાતે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ બબાતને લઈને પીએમઓ એ માહિતી આપી છે કે મંત્રીઓની આ કોન્ફરન્સ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની શ્રેષ્ઠ પ્રથાઓ પરસ્પર શેર કરી શકશે, નવા વિચારોનું આદાન-પ્રદાન કરી શકશે અને પરસ્પર સહયોગમાં સુધારો કરી શકશે.